Naam. Namak. Nishan. (ગુજરાતી / English)

In Uncategorized on

Disclaimer / ડિસક્લેમર

This exhibition is a tribute to the Indian armed forces. It is meant to educate, inspire and motivate the Indian youth and visitors from across the globe to learn about the contribution and sacrifice made by our men. Their bravery and valor should not only be appreciated but be part of our life. Through art, we have tried to explore their culture and stories, and most importantly their emotions. There is no better way to portrait emotions than through art. The artworks are not meant or created for the same purpose but provides a unique perspective paying tribute to the Indian Armed Forces through thought-provoking and inspiring artworks.

આ પ્રદર્શન દ્વારા ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જે આપણા જવાનો દ્વારા આપવામાં આવેલા યોગદાન અને બલિદાન વિશે જાણવા માટે ભારતીય યુવાનો અને વિશ્વભરમાંથી આવેલા મુલાકાતીઓને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવા માટે છે. તેમની બહાદુરી અને શૂરવીરતાની માત્ર પ્રશંસા થવી જોઈએ નહીં, પરંતુ આપણા જીવનનો એક ભાગ બનવો જોઈએ. કલા દ્વારા, અમે તેમની સંસ્કૃતિ, વાર્તાઓ અને સૌથી અગત્યનું તેમની લાગણીઓની નજીક થી જોવાનો પ્રયાસ કર્યો છે. લાગણીઓને દર્શાવવા માટે કલા થી વધુ સારો રસ્તો હોઇ જ ન શકે. આ આર્ટવર્કસ આ જ હેતુ થી બનાવવામાં આવ્યા નથી પરંતુ ભારતીય સશસ્ત્ર દળોને વિચારશીલ અને પ્રેરણાદાયી આર્ટવર્કસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનન્ય પરિપ્રેક્ષ્ય છે.

Naam. Namak. Nishan.

This exhibition is a tribute to the spirit and culture of Indian soldiers who are focused and dedicated to seeking the good name of our country and the regiment they belong to, loyalty to the salt they are indebted to their motherland and protecting the Indian flag along with their regiment’s flag from the enemies.

 

Prshthabhoomi

Indians and their anecdotes of bravery are not new to the world. The Sikhs, Rajputs, Maratha’s, and the Ahom empires have proved their valor over time and again. It motivates us and inspires the generations to come by listening to their stories.

During the British Raj, brave Indian men fought on behalf of Britain all over the world including the first and second world war. It is said that Hitler was so impressed with the Gurkha regiment that he mentioned, that if he had the Gurkha regiment in his army he would have captured the whole world.

Our army personnel is not only known for their guts and glory but for their dignity, loyalty, and trust. Given a chance, our ethical force doesn’t even cross the LOC, though part of our own territory. The world’s largest military personnel are highly qualified and skilled. These gentlemen can win any war by just defending. India has never attacked, but when we attack our enemy cannot defend themselves. That is why, we say defense forces and not attack forces, I guess.

Our healthy, strong, tall, and brave heart soldiers are always powerful. Sarvatra Shaktishali. Keeping their mind, body, spirits, units, regiments, and above all India, safe and powerful!

There are many similarities between an artist and a soldier. They both possess creative power where one conveys himself with a gun and the other with a brush. One on canvas, and another on the battlefield. Both protect the culture and pass on the tradition, heritage and legacy.

Mind being their real weapon, one is able to paint the soldier on canvas because the soldier out there is protecting the boundary of our nation. Through this exhibition, we try and go Beyond War, Exploring Emotions.

Bhakti

The Indian army’s culture is no different from the Indian traditions. From the war cry ‘Durga Mata Ki Jay’ (J&K Rifles) and ‘Jai Ma Kaali, Aayo Gorkhali’ (Gorkha Rifles), to building temples of Kuldevi, Hanuman ji, Ganesh ji, and here we have temple of Ma Nadeshwari who blesses and protects the soldiers.

The spiritual power and blessings give them the strength to fight and win over evil. The universal force strengthens the mental and physical power of young soldiers which helps them to fight in any given condition, any amount of enemies and opposition power. The beauty of this cultural and devotional amalgamation leads to all religions being treated equally.

Shakti 

Apart from physical strength, a soldier’s mental strength is equally important. A soldier has to perform under immense stressful conditions where decisions are made in fractions of seconds, with every microsecond witnessing tonnes of action from all sides. In such a scenario, one’s mental strength proves to be his greatest asset. If the willpower is shaken, half the battle is already lost.

The focus is very clear while defending our land, Ek Goli. EK Dushman. It is their dynamism in quick decision-making that can not only change their fate but their colleagues, regiment, and 1.3 billion of us. To Think ahead of their enemy, their mind itself is their biggest weapon protecting Bharat Mata.

Khel

Sport is not only an extension to strengthen the health of a soldier but also to develop their mental alertness. Along with that, it nurtures the spirit of brotherhood and teamwork in the regiment. Games like Chess, Rowing, Football, Golf, Kabaddi and others create a competitive environment helping to develop unique war tactics.

It also helps them bond together and a team spirit is developed which during the war results in being unite and win over the enemy. Our army personnel have won several medals at the Olympics, Commonwealth and Asian Games, and several International and National tournaments.

Manoranjan

The Indian Armed Forces believes in the all-round development of its soldiers not leaving behind the field of arts and culture. Activities like these, help them pursue their hobby, talent and develop a fine taste making them gentlemen and men of class.

Every soldier is physically and mentally fit at any given point in time. But with intense training and hard work, there is a need for refreshing oneself and that “Me Time” is in the form of Entertainment. In regular practice or in between breaks during wartime, singing and dancing to different films and folk songs, not only relaxes their mind but also helps in developing a camaraderie with their fellow mates and essence of nostalgia of their native places. It is this kinship that helps them to coordinate and bond over the battlefield resulting in victory.

Prshthabhoomi

Prshthabhoomi

Indians and their anecdotes of bravery are not new to the world. The Sikhs, Rajputs, Maratha’s, and the Ahom empires have proved their valor over time and again. It motivates us and inspires the generations to come by listening to their stories.

During the British Raj, brave Indian men fought on behalf of Britain all over the world including the first and second world war. It is said that Hitler was so impressed with the Gurkha regiment that he mentioned, that if he had the Gurkha regiment in his army he would have captured the whole world.

Our army personnel is not only known for their guts and glory but for their dignity, loyalty, and trust. Given a chance, our ethical force doesn’t even cross the LOC, though part of our own territory. The world’s largest military personnel are highly qualified and skilled. These gentlemen can win any war by just defending. India has never attacked, but when we attack our enemy cannot defend themselves. That is why, we say defense forces and not attack forces, I guess.

Our healthy, strong, tall, and brave heart soldiers are always powerful. Sarvatra Shaktishali. Keeping their mind, body, spirits, units, regiments, and above all India, safe and powerful!

There are many similarities between an artist and a soldier. They both possess creative power where one conveys himself with a gun and the other with a brush. One on canvas, and another on the battlefield. Both protect the culture and pass on the tradition, heritage and legacy.

Mind being their real weapon, one is able to paint the soldier on canvas because the soldier out there is protecting the boundary of our nation. Through this exhibition, we try and go Beyond War, Exploring Emotions.

Section 2

This is a text block. Click the edit button to change this text.

Section 3

This is a text block. Click the edit button to change this text.

Aahar

To think, act, and adapt to changing and challenging situations requires a fit and healthy mind. For that, a well-balanced diet helps the soldier with good stamina and have mental mobility. A soldier has to fight in different terrains in tough weather and during that period of time food is vital for his power and survival. A simple chilli and a roti taste like sweet pudding when surviving under immense cold or heat.

Parivar

Leaving our family and especially a mother in service of one’s motherland is not an easy job. But, our army men do that with ease. Once they join their respective regiment there they meet their new family, a family away from family. A family where thousands of young soldiers have come from vibrant geographies, speaks various languages, worships individual faith and believes in contrasting food habits, rituals, customs, and traditions. Yet, they become family for one goal – to protect their motherland and its people.

A regiment of an Indian army is a symbol of community living setting an example of unity in diversity. A place where harmony, humanity, humility, endurance, and courage are a culture. They eat together and spend more time together than their real family. This warmth and brotherhood helps them in defeating any number of enemies on the battlefield.

They set an example for the society to understand the importance of unity and brotherhood and what all can be achieved through this inclusive approach.

Prem

During our childhood, we all must have come across many incidents and stories depicting soldiers as hard-hearted with a strict attitude and never smiling approach. On the contrary, these men are highly emotional. It is these soldiers, who can hit their enemy like a beast, and at the same time cry for the loss of their colleague.

They understand and honour their professionalism over their own emotions that they don’t show it. To control your emotion requires high mental strength, dedication, and commitment towards a higher goal. With every good news of neutralizing the enemy or capturing their post, there is always bad news of losing out their colleagues. A mixed bag of emotions: love, hatred, anger, frustration, pride, satisfaction. Do we require a highly emotional strength here?

Love is the core of any soldier. Be it the supreme Love for the country for which he is ready to sacrifice his life and the love for his family with whom he stays away for months and years. If you win or face martyrdom, the only thing a soldier remembers is either his Motherland or his family.

Prakriti

These brave soldiers live for the protection and honour of their land. The very motto of Rajputana rifles is ‘Veer Bhogya Vasundhara’ meaning land belongs to the brave. This very Nature has its own way to help and protect our brave heroes. At the same time, Indian armed forces have too adapted to the natural ecosystem very well. Our soldiers have situated themselves at every major and almost impossible location to fight and protect its land from the glaciers of Ladakh, to the deserts of Rajasthan, from the jungles of North East to the Indian Ocean coastal belt.

While it is Sunlight, they rest under a rock or a tree and under the moon when the clouds overshadow the moonlight they are protecting themselves from getting identified. At the same time, the bright moonlight helps to locate any movement of the enemy and the jungles give them shelter to hide and neutralized them. Nature inspires them to innovate using natural conditions.

Pashu

An army that worships nature and its ecosystem cannot forget the valuable contribution of animals in war. Every animal in the force is treated as a family and has its own value like any other human being. These animals symbolizes power, force, and strength.

Animals like Dogs provide their services through their strength of smelling things around whereas animals like Horses and Camels prove their loyalty to the nation by transporting arms, ammunition, and many times carrying military personnel to protect the borders. Just like a soldier can’t do without enough artillery, tanks, and missiles, they cannot do without the help of these kind creatures at every stage. There are several incidents where a soldier’s life is saved by the intelligence or sacrifice of an animal during the war. How the Indian army values these animals can be seen from the symbol of the Grenadiers regiment where the White Horse is shining as their logo.

Antim Pag

The never complaining attitude and the approach of embracing death for our motherland make us, the civilians take the martyrdom of army personnel for granted. We do realize their value, when any internal conflict or natural disaster arises or when an enemy country starts approaching our nation. All we think and trust is the Indian Armed Forces. We know we don’t need to worry because the world’s best army is there for us to take care of.

We, as a society at times, take their life and death for granted. We should be taught in schools, about, how, why, when, where of the Indian army and its braveheart soldiers. We can’t wait for another war to happen, and the stories of their bravery publish in media or a movie be released for us to understand their contribution to our nation.

It is important that places like Nadabet are developed, visited, and celebrated so we can learn about the Indian armed forces. We are thankful to the Indian armed forces, for their immense contribution to our lives, nation, people, our culture, and tradition. Just like our soldiers value the life of each civilian, it is our duty to honour and value their life.

To celebrate the power and heroic acts of the Indian armed forces is celebrating and honouring our existence. There is no greater love than in loving your country..! Let’s celebrate these Rakshaks in golden letters. And create the nationalist’s spirit within, the same energy and passion for Bharat Mata.

નામ. નમક. નિશાન.

નામ, નમક, નિશાન એ ભારતીય સૈનિકોની ભાવના અને સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ છે. આ સૈનિકો દેશ અને તેના રેજીમેન્ટ ને શ્રેષ્ઠ નામ કેવી રીતે અપાવે તે લક્ષ્ય ધરાવે છે. તેઓ તેમની માતૃભૂમિના અને રેજિમેન્ટના કાયમી ઋણી છે. દુશ્મનો પાસેથી ભારતીય ધ્વજ સાથે તેમના રેજિમેન્ટના ધ્વજ પ્રત્યે વફાદારી અને રક્ષણ માટે કેન્દ્રિત અને સમર્પિત હોય છે.

પૃષ્ઠભૂમિ

ભારતીયો અને તેમની બહાદુરીના કિસ્સાઓ દુનિયા માટે નવા નથી. શીખો, રાજપુતો, મરાઠાઓ અને અહોમ સામ્રાજ્યો એ વારંવાર તેમની વીરતા સાબિત કરી છે. તે આપણને પ્રેરણા આપે છે અને આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.

બ્રિટિશ રાજ દરમિયાન બહાદુર ભારતીય પુરુષો પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સહિત સમગ્ર વિશ્વમાં બ્રિટન વતી લડ્યા હતા. એવું કહેવાય છે કે હિટલર ગુરખા રેજીમેન્ટ થી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જો તેમની સેનામાં ગુરખા રેજીમેન્ટ હોત તો તેમણે આખી દુનિયાને જીતી લીધી હોત.

આપણી સેનાના જવાનો માત્ર તેમની હિંમત અને કીર્તિ માટે જ નહીં પરંતુ તેમની ગરિમા, વફાદારી અને વિશ્વાસ માટે વિશ્વ વિખ્યાત છે. જો તક આપવામાં આવે તો પણ સેનાનું નૈતિક બળ એલ.ઓ.સી. ને પાર કરતું નથી જે આપણા પોતાના પ્રદેશનો જ ભાગ છે. ઉચ્ચ લાયકાત, કુશળતા અને સજ્જનતા ધરાવતા વિશ્વના સૌથી મોટા મિલેટ્રી કર્મચારીઓ માત્ર બચાવ કરીને કોઇપણ યુદ્ધ જીતી શકે છે. ભારતે ક્યારેય હુમલો કર્યો નથી પરંતુ જ્યારે આપણે હુમલો કરીએ છીએ ત્યારે દુશ્મન પોતાનો બચાવ કરી શકતો નથી. તેથી જ મને લાગે છે કે આપણે ડિફેન્સ ફોર્સીસ કહીએ છે ના કે એટેક ફોર્સીસ…

આપણા સ્વસ્થ, મજબૂત, કદાવર અને પરાક્રમી દિલ ના સૈનિકો સર્વત્ર શક્તિશાળી છે. તેમના મન, શરીર, આત્માઓ, એકમો, રેજીમેન્ટસ સાથે સમગ્ર ભારતને પણ સુરક્ષિત અને સશક્ત રાખે છે.

એક સૈનિક અને કલાકાર વચ્ચે ઘણી સમાનતા છે. તેઓ બંને સર્જનાત્મક શક્તિ ધરાવે છે. જ્યાં સૈનિક પોતાની બંદૂક થી તો કલાકાર બ્રશથી પોતાની વાત વ્યક્ત કરે છે. એક કેનવાસ પર અને બીજો યુદ્ધભૂમિ પર. બંને સંસ્કૃતિનું રક્ષણ કરે છે, પરંપરા અને વારસાને આગળ ધપાવે છે.

મન એ બેઉનું વાસ્તવિક હથિયાર છે. કલાકારો સૈનિકોની વાતને કેનવાસ પર રંગવામાં સક્ષમ છે કારણકે યુદ્ધભૂમિ પર ના સૈનિકો આપણા રાષ્ટ્રની સીમાનું સતત રક્ષણ કરતા રહે છે. આ પ્રદર્શન દ્વારા અમે યુદ્ધ ને છોડીને સૈનિકોની લાગણીને વધાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

ભક્તિ

ભારતીય સેનાની સંસ્કૃતિ ભારતીય પરંપરાઓથી અલગ નથી. યુદ્ધનાદ ‘દુર્ગા માતા કી જય’ અને ‘જય મા કાલી, આયો ગોરખાલી’ થી લઈ કુળદેવી, હનુમાનજી, ગણેશજી ના મંદિરો બનાવવા સુધી ભારતીય સેનામાં આસ્થાનુ મહત્વ જોવા મળે છે. અહીં આપણી પાસે મા નડેશ્વરી નું મંદિર છે જે સૈનિકોને આશીર્વાદ આપે છે અને તેઓનું રક્ષણ કરે છે.

આધ્યાત્મિક શક્તિ અને આશીર્વાદ તેમને અનિષ્ટ સામે લડવાની અને જીતવાની શક્તિ આપે છે. સાર્વત્રિક બળ યુવાન સૈનિકોની માનસિક અને શારીરિક શક્તિને મજબૂત બનાવે છે જે તેમને કોઈ પણ સ્થિતિમાં, કોઈપણ દુશ્મનો અને વિપક્ષી શક્તિ માં લડવામાં મદદ કરે છે. આ સાંસ્કૃતિક અને ભક્તિ સંમિશ્રણ ની સુંદરતા તમામ ધર્મોને સમાન ગણવામાં આવે છે.

શક્તિ

શારીરિક શક્તિ ઉપરાંત, સૈનિકની માનસિક શક્તિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. એક સૈનિકે અત્યંત તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં કામગીરી કરવી પડે છે જ્યાં નિર્ણયો સેકન્ડના અપૂર્ણાંક માં લેવામાં આવે છે, જેમાં દરેક માઇક્રો સેકન્ડ તમામ બાજુઓથી પ્રચૂર ક્રિયાની સાક્ષી આપે છે. આવા સંજોગોમાં વ્યક્તિની માનસિક શક્તિ તેની સૌથી મોટી સંપતિ સાબિત થાય છે. જો ઈચ્છા શક્તિ હચમચી જાય, તો અડધી લડાઈ પહેલેથી જ હારી જવાય છે.

આપણી ભૂમિ નો બચાવ કરતી વખતે ધ્યેય ખૂબ સ્પષ્ટ છે, એક ગોલી. એક દુશ્મન. તે ઝડપી નિર્ણય લેવામાં તેમની ગતિશીલતા છે જે ફક્ત તેમનું ભાગ્ય જ નહીં પરંતુ તેમના સાથીઓ, રેજીમેન્ટ અને આપણા 1.3 અબજ દેશવાસીઓ નું ભાગ્ય બદલી શકે છે. તેમના દુશ્મનથી આગળ વિચારવા માટે તેમનું મન જ ભારતમાતાનું રક્ષણ કરવાનું તેમનું સૌથી મોટું હથિયાર છે.

ખેલ

રમત ગમત માત્ર સૈનિકના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટેનું વિસ્તરણ જ નથી પણ તેમની માનસિક સતર્કતા ને સક્રિય કરવા માટે જરૂરી છે. તે સાથે, તે રેજિમેન્ટમાં ભાઈચારો અને સંઘભાવના કાર્ય પોષે છે. ચેસ, રોઇંગ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી જેવી રમતો અનન્ય યુદ્ધ રણનીતિ વિકસાવવામાં મદદરૂપ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવે છે.

તે તેમને એક સાથે જોડવામાં મદદ કરે છે અને એક ટીમ ભાવના વિકસિત થાય છે જે યુદ્ધ દરમિયાન તેમને એકજૂટ રહેવા અને દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરે છે. આર્મીના જવાનોએ ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે.

મનોરંજન

ભારતીય સશસ્ત્ર દળો તેના સૈનિકના સર્વાંગી વિકાસમાં માને છે જે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રને પાછળ ન છોડે. આ પ્રવૃત્તિઓ, તેમને તેમના શોખ, પ્રતિભાને અનુસરવામાં અને સૌંદર્યલક્ષી બોધ વિકસાવવામાં મદદ કરે છે જે તેમને સજ્જન અને ઉચ્ચ વર્ગના પુરુષો બનાવે છે.

દરેક સૈનિક શારીરિક અને માનસિક રીતે કોઈપણ સમયે તૈયાર હોય છે. તીવ્ર તાલીમ અને સખત મહેનત સાથે, પોતાને તાજગી આપવી જરૂરી છે અને તે “મી ટાઇમ” મનોરંજનના સ્વરૂપમાં છે. નિયમિત પ્રેક્ટિસમાં અથવા યુદ્ધ દરમિયાન વિરામ વચ્ચે, વિવિધ ફિલ્મોના ગીતો, નૃત્ય અને લોકગીતો તેમના મનને આરામ આપે છે, એટલું જ નહીં પણ તેમના સાથીઓ સાથે મિત્રતા વિકસાવવામાં અને તેમના વતનના ગમગીનીના સારમાં પણ મદદ કરે છે. આ સંબંધ જ છે તેમને યુદ્ધના મેદાનમાં સંકલિત કરીને દુશ્મન પર વિજય મેળવવામાં પરિણમે છે.

આહાર

બદલાતી અને પડકારજનક પરિસ્થિતિઓમાં વિચારવા, કાર્ય કરવા અને અનુકૂલિત થવા માટે ફિટ અને સ્વસ્થ મનની જરૂર છે. તેના માટે, સંતુલિત આહાર સૈનિકને સારી સહનશક્તિ અને માનસિક ગતિશીલતા માં મદદ કરે છે. સૈનિકને કઠિન હવામાનમાં વિવિધ ભૂપ્રદેશોમાં લડવું પડે છે અને તે સમયગાળા દરમિયાન ખોરાક તેની શક્તિ અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે. ખૂબ જ ઠંડી અથવા ગરમીમાં જીવતી વખતે એક મરચું અને રોટલી મીઠી ખીર જેવો સ્વાદ આપે છે.

પરિવાર

આપણા કુટુંબને અને ખાસ કરીને માતાને માતૃભૂમિની સેવામાં છોડી દેવું સરળ કામ નથી. પરંતુ, આપણા સૈનિકો તે સરળતાથી કરે છે. એકવાર તેઓ તેમની સંબંધિત રેજિમેન્ટમાં જોડાય ત્યાં તેઓ તેમના નવા પરિવારને મળે છે, જે પરિવારથી દૂર છે. એક કુટુંબ, જ્યાં હજારો યુવાન સૈનિકો વિવિધ પ્રદેશોમાંથી આવ્યા છે, અલગ ભાષાઓ બોલે છે, વ્યક્તિગત માન્યતાઓની પૂજા કરે છે અને ખાદ્ય આદતો, વિધિઓ, રિવાજો અને પરંપરાઓથી વિપરીત માને છે. તેમ છતાં, તેઓ એક ધ્યેય માટે કુટુંબ બને છે – માતૃભૂમિ અને તેના લોકોનું રક્ષણ કરવા માટે.

ભારતીય સેનાની રેજિમેન્ટ વિવિધતામાં એકતાનું ઉદાહરણ સ્થાપિત કરતા સમુદાયના જીવનનું પ્રતીક છે. એક એવી જગ્યા જ્યાં સંવાદિતા, માનવતા, નમ્રતા, સહનશક્તિ અને હિંમત એક સંસ્કૃતિ છે. તેઓ સાથે ખાય છે અને તેમના વાસ્તવિક પરિવાર કરતાં વધુ સમય સાથે વિતાવે છે. આ હૂંફ અને ભાઈચારો તેમને યુદ્ધના મેદાનમાં ગમે તેટલા દુશ્મનોને હરાવવામાં મદદ કરે છે.

આ સર્વસમાવેશક અભિગમ દ્વારા, તેઓએ સમાજ માટે એકતા અને ભાઈચારાના મહત્વને સમજવા અને એનાથો શું પ્રાપ્ત કરી શકે તે માટે એક ઉદાહરણ રચે છે.

પ્રેમ

આપણા બાળપણ દરમિયાન, આપણે બધાએ સૈનિકોને કડક વલણ અને ક્યારેય હસતા અભિગમ સાથે કઠણ દિલના દર્શાવતી ઘણી ઘટનાઓ અને સાંભળી હશે. પરંતુ, આ સૈનિકો અત્યંત લાગણીશીલ હોય છે. જે દુશ્મન ને કઠોળ દિલથી નિષ્ક્રિય કરી ને હરાવી પણ શકે છે, અને તે જ સમયે તેમના સાથીદાર ની ખોટ માટે રડે પણ છે.

તેઓ તેમના વ્યાવસાયીકરણને તેમની પોતાની લાગણીઓ થી ઉપર સમજે છે અને સન્માન આપે છે જે તેઓ તેને બતાવતા નથી. પોતાની લાગણીઓને નિયંત્રિત કરવા માટે ઉચ્ચ માનસિક તાકાત, સમર્પણ અને ઉચ્ચ ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધતા જરૂરી છે. દુશ્મનને નિષ્ક્રિય કરવા અથવા તેમની પોસ્ટ કબજે કરવાના દરેક સારા સમાચાર સાથે, તેમના સાથીઓને ગુમાવવાના હંમેશા ખરાબ સમાચાર આવે છે. પ્રેમ, નફરત, ગુસ્સો, હતાશા, ગૌરવ, સંતોષની મિશ્ર લાગણીઓ એક સૈનિક અનુભવે છે. શું તેમને અહીં ખૂબ ભાવનાત્મક તાકાતની જરૂર છે?

પ્રેમ એ કોઈપણ સૈનિકનો મુખ્ય ભાગ છે. પ્રેમ એ દરેક સૈનિકની પ્રકૃતિનો મહદ્ અંશ છે. તે દેશ માટે સર્વોચ્ચ પ્રેમ હોય કે જેના માટે તે પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર રહે છે કે તેના પરિવાર માટે નો પ્રેમ જેની સાથે તે મહિનાઓ અને વર્ષો સુધી દૂર રહે છે. તેઓ જીત દરમિયાન અથવા સહાદત નો સામનો કરતી વખતે એક સૈનિક હંમેશા પોતાની માતૃભૂમિ અથવા પરિવાર ને ભાવપૂર્વક યાદ કરે છે.

પ્રકૃતિ

આ બહાદુર સૈનિકો તેમની ભૂમિની સુરક્ષા અને સન્માન માટે જ જીવે છે. રાજપૂતાના રાઇફલ્સનું સૂત્ર છે ‘વીર ભોગ્ય વસુંધરા’ એટલે કે જે શૂરવીર તેની ધરતી.આ કુદરત પાસે આપણા બહાદુર નાયકોને મદદ અને રક્ષણ આપવાની પોતાની જ એક રીત છે. તે જ રીતે, ભારતીય સશસ્ત્ર દળોએ પણ કુદરતી ઇકોસિસ્ટમને ખૂબ સારી રીતે સ્વીકાર્યું છે. આપણા સૈનિકો લદ્દાખ ની હિમનદીઓથી, રાજસ્થાનના રણ થી, હિંદ મહાસાગરના દરિયાકાંઠાના પટ્ટા થી લઈને ઉત્તર પૂર્વના જંગલો સુધી લડવા અને તેની જમીનને બચાવવા માટે દરેક મોટા અને લગભગ અશક્ય સ્થળોએ સ્થિત છે.

જ્યારે સૂર્યપ્રકાશ છે ત્યારે તેઓ ખડક અથવા ઝાડ નીચે આરામ કરે છે, અને ચંદ્રની નીચે જ્યારે વાદળો ચંદ્રના પ્રકાશને ઢાંકી દે છે ત્યારે તેઓ પોતાને ઓળખવાથી બચાવે છે. તે જ સમયે, તેજસ્વી ચંદ્રનાપ્રકાશ દુશ્મનની કોઈપણ હિલચાલને શોધવામાં મદદ કરે છે. જંગલો તેમને છુપાવવા માટે આશ્રય આપે છે અને દુશ્મનને નિષ્ક્રિય કરે છે. કુદરત તેમને કુદરતી પરિસ્થિતિઓનો ઉપયોગ કરીને નવીનતા માટે પ્રેરણા આપે છે.

પશુ

લશ્કર જે પ્રકૃતિ અને તેની ઇકોસિસ્ટમની પૂજા કરે છે તે યુદ્ધમાં પ્રાણીઓના મૂલ્યવાન યોગદાનને ભૂલી શકતું નથી. બળમાં રહેલા દરેક પ્રાણીને એક કુટુંબ તરીકે ગણવામાં આવે છે અને અન્ય માનવીની જેમ તેનું પોતાનું મૂલ્ય છે. આ પ્રાણીઓ શક્તિ અને બળ નું પ્રતીક છે.

કૂતરા જેવા પ્રાણીઓ તેમની ગંધશક્તિ દ્વારા તેમની સેવા પૂરી પાડે છે જ્યારે ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ હથિયારો, દારૂગોળા વહન કરીને અને ઘણી વખત સરહદોની રક્ષા માટે લશ્કરી કર્મચારીઓને વહન કરીને રાષ્ટ્ર પ્રત્યેની તેમની વફાદારી સાબિત કરે છે. જેમ સૈનિકો પૂરતા તોપખાના, ટેન્કો અને મિસાઇલો વિના યુદ્ધ કરી શકતા નથી, તે જ રીતે આ પ્રકારના જીવોની મદદ વગર તે જીતી શકતા નથી. એવી ઘણી ઘટનાઓ છે કે જ્યાં યુદ્ધ દરમિયાન પ્રાણી ની બુદ્ધિ અથવા બલિદાનથી સૈનિક નો જીવ બચી જાય છે. ભારતીય સેના આ પ્રાણીઓને કેવી રીતે મૂલવે છે તે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટના પ્રતીક પરથી જોઈ શકાય છે જ્યાં સફેદ ઘોડો તેમના ચિહ્ન તરીકે ચમકતો હોય છે.

અંતિમ પગ

ક્યારેય ફરિયાદ ન કરનાર વલણ અને આપણી માતૃભૂમિ માટે મૃત્યુને સ્વીકારવાનો અભિગમના કારણે નાગરિકો સૈન્યના જવાનોની શહાદતને સામાન્ય માને છે. જ્યારે કોઈ આંતરિક સંઘર્ષ અથવા કુદરતી આપત્તિ ઉદ્ભવે છે અથવા જ્યારે કોઈ દુશ્મન દેશ આપણા રાષ્ટ્રની નજીક આવવાનું શરૂ કરે છે ત્યારે આપણે તેમની કિંમતનો અહેસાસ કરીએ છીએ. ત્યારે આપણે તરત જ જેનો વિચાર કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છે તે ભારતીય સશસ્ત્ર દળો. આપણે જાણીએ છીએ કે આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વિશ્વની શ્રેષ્ઠ સેના આપણી સંભાળ રાખવા માટે છે.

અમુક સમયે એક સમાજ તરીકે આપણે, તેમના જીવન અને મૃત્યુને સામાન્ય માની લઈએ છીએ. આપણને ભારતીય સેના અને તેના બહાદુર સૈનિકો વિશે, કેવી રીતે, કેમ, ક્યારે, ક્યાં, શાળાઓમાં શીખવવું જોઈએ. નાગરિકોને સૈનિકોના પરાક્રમ અને યોગદાન સમજાવવા તેમની બહાદુરી ના કિસ્સા પ્રકાશિત કરવા અને ચલચિત્ર દ્વારા રજૂ કરવા, યુદ્ધની રાહ ના જોવાય.

તે મહત્વનું છે કે નડાબેટ જેવા સ્થળો વિકસિત થાય, મુલાકાત લેવાય અને ઉજવણી કરવામાં આવે જેથી આપણે ભારતીય સશસ્ત્ર દળો વિશે જાણી શકીએ. અમે ભારતીય સશસ્ત્ર દળોના આભારી છીએ, તેમના જીવન, રાષ્ટ્ર, લોકો, આપણી સંસ્કૃતિ અને પરંપરામાં અપાર યોગદાન માટે. જેમ આપણા સૈનિકો દરેક નાગરિકના જીવનની કદર કરે છે, તેમ તેમના જીવનનું સન્માન આપવાની અને મૂલ્ય મુલવવાની આપણી ફરજ છે.

ભારતીય સશસ્ત્ર દળોની શક્તિ અને પરાક્રમી કૃત્યોની ઉજવણી કરવી એ આપણા જ અસ્તિત્વની ઉજવણી અને સન્માન છે. રાષ્ટ્રપ્રેમથી ઉચ્ચ કોઈ પ્રેમ નથી. ચાલો, આ રક્ષકોની સુવર્ણ અક્ષરોથી ઉજવણી કરીએ! ભારતમાતા માટે સમાન ઉર્જા અને જુસ્સો પોતાના અંતરાત્મામાં લાવી રાષ્ટ્રવાદી ભાવનાને જાગૃત કરી ઉજ્જવળ બનાવીએ!!!

Experience The Guardians At The Edge : image.gifhttps://www.visitnadabet.com/

Artworks Courtesy:

 

 Photos and Text © A Diary of a Curator ®